“મલ્લામાતાની આરતીનો સમય થઇ ગયો છે….” – યાદ છે આ ચીરપરિચિત સાદ?
“મલ્લામાતા” (કદાચ મહોલ્લામાતાનું અપભ્રંશ – કારણ કે દરેક મહોલ્લામાં આ માતાજીનું સ્થાપન થાય છે) કે જેનું મંદિર બનાવવા આપણે મહિના અગાઉથી તૈયારીઓ કરતાં… આજુ-બાજુમાં જ્યાં પણ કન્સ્ટ્રક્શન થતું હોય ત્યાંથી રેતી-માટી અને ઇંટો લાવી મોટોમસ (atleast બાજુની સોસાયટી કરતાં તો મોટો જ!!) ગબ્બર બનાવતા અને જાત-જાતની વસ્તુઓથી તેને સજાવતા… આખી સોસાયટીમાંથી ઘી ઉઘરાવતા અને થમ્સઅપના “બિલ્લાઓ” માં દીવા કરતા!!! વળી જો કોઇને ઘરેથી પેલી ઝગમગવાળી લાઇટની સીરીઝ લાવવાનો મોકો મળી જાય તો તો જાણે વટ પડી જતો…
મંજુમાસી, ભાનુમાસી, મધુમાસી અને સુધામાસી પાસેથી લ્હાણીના પૈસા કઢાવતા તો જાણે નાકે દમ આવતો…
સાંજે આરતીના સમયે બૂમો પાડી-પાડીને બધાને ભેગાં કરતાં અને બધાંની જોડે ગાવામાં અમને પણ ”જય આદ્યાશક્તિ” આખું આવડે છે – એવો ગર્વ લેતાં! વળી આરતી પત્યાં પછી આરતી અને પ્રસાદ આપવા જવા માટે રીતસરના વારા પડતા…
ખબર નહી આપણા બાળકો મલ્લામાતા શબ્દથી પણ પરીચિત હશે કે નહીં… ????????????????
- લેખિની