આપણું તો નવું વર્ષ શરૂ… અને સાથે જ શરૂ પોતાની અને પોતાના સાથેની આપણી રમત !!
વાત છે New Year Resolutions ની…!! આ નવા વર્ષે મેં તો મારા એમને કહી દીધું – નવા વર્ષમાં દરરોજ નિયમિતપણે કેલ્શિયમની દવા લઇશ જ…!! (પણ આ resolution ક્યાં સુધી ટકશે એ મારા કરતાં એ વધારે સારી રીતે એ જાણે છે!!)
આપણાં new year resolutions પણ ક્માલ હોય છે… કેટલાંક બહુ જ કોમન resolutions એટલે – ” હું નવા વર્ષમાં સિગરેટ નહિ પીવું… તમાકુથી તો તોબા કરીશ.. જુઠ્ઠું બોલવાનું તો બિલકુલ બંધ… હવેથી exercises એક્દમ regular હોં… આવતી દીવાળી સુધીમાં slim-trim ના હોઉં તો કેજો… અરે! ગાળો તો કંઇ બોલાતી હશે ? આપણે તો બેસતા વર્ષથી જ છોડી દીધું ને… આ દીવાળી છે એટલે ખાઇ લઉં બાકી નવા વર્ષમાં મિઠાઇ જરા પણ નહિ… કાલે ભાઇ-બીજનું જમવા જવું છે નહિતર કાલથી જ એકટાણાં શરૂ કરત… કાલથી વાહન એકદમ ધીમું અને safe ચલાવીશ, એકદમ પપ્પા જેવું… આ વર્ષે તારો જન્મદિવસ કે આપણી એનીવર્સરી ભૂલું તો તું કે એ મારી સજા બસ? … કાલે સવારથી જ ચાલવા જવાનું શરૂ… આ વર્ષે તો નોકરીએ એકપણ દિવસ મોડા નથી પહોંચવું… આ નવા વર્ષથી દર મહિને થોડા રૂપિયા તો મંદિરમાં મૂકવા જ છે… મહિને એકાદ વાર તો સગાં-વ્હાલાં અને મિત્રોને મળવું જ છે… “
આ બધાં resolutions નો જુસ્સો થોડા દિવસ ચાલે અને પછી ઓસરવા માંડે… પછી પાછો થોડો relaxation નો phase આવે… ”અલ્યા નવું વર્ષ તો 2009 કે’વાય.. અને એ તો છે….ક જાન્યુઆરીથી શરૂ થાય… ડિસેમ્બરમાં તો જલસા કરો ભલા માણસ!!”
(અને જાન્યુઆરીમાં ખબર છે શું થાય ? ” આ ક્યાં આપણું નવું વર્ષ છે ??? આપણું નવું વર્ષ તો દીવાળીમાં… બેસતા વર્ષથી…”
HAPPY NEW YEAR!!!!
સાલ મુબારક…
happy new year…
Great…. As Always…
નૂતન વર્ષ અભિનંદન !
happy new year …
ane majaani vaato !