આમ જુઓ તો જીવન ક્યાં મજાનું છે
શ્વાસ લેવાનું ફકત આ બ્હાનું છે
સૌ ભટકે છે અહીં કોઈ દિશા વગર
છે ખબર કોને કે કોઈ ક્યાંનું છે??
નામ જે આપો તમે સગપણને પણ
કોઈ કોઈનું કદી થવાનું છે?
‘હું’, ‘મને’, ‘મારું’ બધી આ શી મમત?
તારી સાથે કાંઈ પણ જવાનું છે?
‘લેખિની’ બસ શબ્દ તારાં રહી જશે
બાકી સઘળું રાખ થઈ જવાનું છે…
મજાનું કાવ્ય…
મનની ખિન્નતાને આબાદ વ્યક્ત કરી શક્યાં છો…
સૌ ભટકે છે અહીં કોઈ દિશા વગર
છે ખબર કોને કે કોઈ ક્યાંનું છે??
અને..
‘હું’, ‘મને’, ‘મારું’ બધી આ શી મમત?
તારી સાથે કાંઈ પણ જવાનું છે?
…જગતના સ્વાર્થીપણાને અરીસો બતાવતી સુંદર પંક્તિ.
આખરી પંક્તિ મુકેશે ગાયેલા અમર ગીત
एक दिन बिक जाएगा माटी के मोल,
जगमें रहे जाएंगे प्यारे तेरे बोल..
ની યાદ અપાવી જાય …
‘લેખિની’ બસ શબ્દ તારાં રહી જશે
બાકી સઘળું રાખ થઈ જવાનું છે…
સુંદર કાવ્ય …
‘લેખિની’ બસ શબ્દ તારાં રહી જશે
બાકી સઘળું રાખ થઈ જવાનું છે…
સરસ ગઝલ.
‘લેખિની’ બસ શબ્દ તારાં રહી જશે
બાકી સઘળું રાખ થઈ જવાનું છે…
saras…. aavi j ek bhavana me maari saruat ni ek ghazal ma lakhi chhe.
good one jina !!
very very nice….aa site par aavi javayu te maru shayad sadabhagy hashe tem lagyu