નવરાત્રિ એટલે…

“મલ્લામાતાની આરતીનો સમય થઇ ગયો છે….” – યાદ છે આ ચીરપરિચિત સાદ?

“મલ્લામાતા” (કદાચ મહોલ્લામાતાનું અપભ્રંશ – કારણ કે દરેક મહોલ્લામાં આ માતાજીનું સ્થાપન થાય છે) કે જેનું મંદિર બનાવવા આપણે મહિના અગાઉથી તૈયારીઓ કરતાં… આજુ-બાજુમાં જ્યાં પણ કન્સ્ટ્રક્શન થતું હોય ત્યાંથી રેતી-માટી અને ઇંટો લાવી મોટોમસ (atleast બાજુની સોસાયટી કરતાં તો મોટો જ!!) ગબ્બર બનાવતા અને જાત-જાતની વસ્તુઓથી તેને સજાવતા… આખી સોસાયટીમાંથી ઘી ઉઘરાવતા અને થમ્સઅપના “બિલ્લાઓ” માં દીવા કરતા!!! વળી જો કોઇને ઘરેથી પેલી ઝગમગવાળી લાઇટની સીરીઝ લાવવાનો મોકો મળી જાય તો તો જાણે વટ પડી જતો…

મંજુમાસી, ભાનુમાસી, મધુમાસી અને સુધામાસી પાસેથી લ્હાણીના પૈસા કઢાવતા તો જાણે નાકે દમ આવતો…

સાંજે આરતીના સમયે બૂમો પાડી-પાડીને બધાને ભેગાં કરતાં અને બધાંની જોડે ગાવામાં અમને પણ  “જય આદ્યાશક્તિ” આખું આવડે છે – એવો ગર્વ લેતાં! વળી આરતી પત્યાં પછી આરતી અને પ્રસાદ આપવા જવા માટે રીતસરના વારા પડતા…

ખબર નહી આપણા બાળકો  મલ્લામાતા શબ્દથી પણ પરીચિત હશે કે નહીં… ????????????????

 

– લેખિની

Advertisements
Published in: on September 26, 2008 at 10:53 am  Leave a Comment  

રૂટીન…

રોજ સવારે રિસેપ્શનિસ્ટના સિન્થેટિક “ગુડ મોર્નિંગ” સાથે શરૂ થતો દિવસ લંચના આરામદાયક અલ્પવિરામ અને પોસ્ટ-લંચ મિટીંગ્સના પીડાદાયક પોસ્ટમોર્ટમ વચ્ચે “સમય સમાપ્તિની ઘોષણા”ની રાહ જોયા કરે છે… વીકએન્ડની સુખદ ક્લ્પનાઓમાં રાચતા કેટલાય મન્થ્સ એન્ડ થઇ જાય છે અને સેલરીનો ચેક પાછલા મહિનાના postponements ને આગલા મહિનાના plannings માં ફેરવી દે છે…

ક્યાંક વાંચ્યુ હતું “રૂટીન થઇ જવાની પરાકાષ્ઠા એટલે મ્રૂત્યુ” … પણ રૂટીનને જીવતા અસંખ્ય લોકો માટે perhaps there is no escape! જો કે પ્રશ્ન એ પણ થાય કે do we actually want an escape?… કદાચ આપણા બધાની દશા એવી છે કે

“જાય છે ઑફિસ તરફ જે એ જ રસ્તામાં કશે

હું ખરેલી સૌ વસંતોને કચડતો હોઉં છું !!”

એ બાળપણના મિત્રો, એ યુવાનીના શોખ… કદાચ એ બધાં તરફ પાછું વળીને આપણે જ નથી જોઇ રહ્યાં… કદાચ સમયના અભાવે કે પછી કદાચ લાગણીના અભાવે… કદાચ આપણામાં એટલી લાગણીશુષ્કતા તો આવી જ ગઇ છે…

“સ્વ” ને revive કરવાનો કોઇ કિમીયો હું તો શોધી રહી છું… અને તમે??

Published in: on September 25, 2008 at 9:04 am  Comments (1)  

ક્યાં છે કલ્કી????

“યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત |

અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માન સ્રુજામ્યહમ ||”

આ શબ્દો પર હવે વિશ્વાસ કેવી રીતે આવે?

હજુ કેટલો અધર્મ આચરાવાની રાહ જુએ છે ઇશ્વર ?

શું આ આતંકવાદીઓ તેમને કંસ કે રાવણ કરતાં ઓછા પાપી લાગતા હશે ? ?

એક – એક દાનવને હણવા માટે એક-એક અવતાર વેડફનારા (હા, હા વેડફનારા) ભગવાનને આ નરરાક્ષસોનું હુજૂમ નહિ દેખાતું હોય  ?

કદાચ કલ્કી અવતારના નામે ઇશ્વરનો ઇંતેજાર કરતા લોકોની આસ્થાની ક્રૂર મજાક થઇ રહી છે

ક્યાં છે ઇશ્વર  ?  ?  ?

Published in: on September 20, 2008 at 1:15 pm  Comments (5)  

શબ્દાલય વિશે…

શબ્દાલય… અભિવ્યક્તિંનું વિશ્વ!! ક્યારેક જ્યારે અનુભૂતિને અભિવ્યક્ત થવાનું મન થાય… ક્યારેક જ્યારે વિચારોને વાચાળ થવાનું મન થાય… ક્યારેક જ્યારે અંતરને ઉલેચાવાનું મન થાય… ત્યારે મળીશું શબ્દાલયમાં… શબ્દતરબોળ થવા…!!!

– લેખિની

Published in: on September 15, 2008 at 9:36 am  Comments (6)