શબ્દો ગૂંગળાય છે…

“એ સૌથી વધુ ઊચ્ચ તબક્કો છે મિલનનો

કહેવાનું ઘણું હોય ને કશું યાદ ન આવે”

… અને એ સૌથી વધુ પીડાદાયક તબક્કો છે જીવનનો જ્યારે કહેવાનું ઘણું હોય ને કશું કહી ન શકાય… જ્યારે માણસની અંદર શબ્દો ગૂંગળાય… જ્યારે માણસ વ્યક્ત ન થઇ શકે – અભિવ્યક્ત ન થઇ શકે…

ક્યારેક કોઇનાથી દબાઇને તો ક્યારેક કશાથી સંકોચાઇને… ક્યારેક શરમમાં તો ક્યારેક ધરમમાં… ક્યારેક કોઇ કકળાટને ટાળવા તો ક્યારેક કોઇ સંબંધને સાચવવા – માણસ બસ મૌન રહી જાય છે… અને એની અંદર એના શબ્દો, એની લાગણીઓ, એનો ગુસ્સો, એના પ્રતિભાવો બધું જ ધરબાઇને રહી જાય છે… આવા ધરબાયેલા શબ્દોના જ્વાળામુખી પર બેઠેલો માણસ અંદર-અંદર ધૂંધવાયા સિવાય કશું જ કરી શકતો નથી.

પણ ક્યારેક જો આ જ્વાળામુખી ફાટે તો… ???

Advertisements
Published in: on October 13, 2008 at 12:41 pm  Comments (8)  

The URI to TrackBack this entry is: https://shabdalay.wordpress.com/2008/10/13/%e0%aa%b6%e0%aa%ac%e0%ab%8d%e0%aa%a6%e0%ab%8b-%e0%aa%97%e0%ab%82%e0%aa%82%e0%aa%97%e0%aa%b3%e0%aa%be%e0%aa%af-%e0%aa%9b%e0%ab%87/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. તમારી “પીડાદાયક તબક્કો”વાળી વાત સાથે હું સહમત નથી…

  “એ સૌથી વધુ ઊચ્ચ તબક્કો છે મિલનનો
  કહેવાનું ઘણું હોય ને કશું યાદ ન આવે”

  મારા મત પ્રમાણે અહીં પ્રેમનાં એવા ઉચ્ચ કક્ષાનાં તબક્કાની અહીં વાત છે કે જ્યાં પ્રેમીજને કહેવાનું ઘણું ઘણું ગોખી રાખ્યું હોય પરંતુ ખરા મિલન વખતે એ બધું યાદ જ નથી આવતું… કારણકે મિલનની પળોમાં એ બધુ કહેવાનાં શબ્દો સાવ નકામા બની જાય છે… એટલે કે શબ્દોની સીમાને પેલે પાર પહોંચી ગયા હોઈ માત્ર નયન, સ્પર્શ, શ્વાસ-અહેસાસ અને મૌનથી થતી વાતચીતનો તબક્કો શરૂ થાય છે જે પીડાદાયક તો બિલકુલ નહીં પરંતુ પરમ હોય છે.

  માફ કરજો… આ તો મારો મત પ્રગટ કર્યો, બાકી બધાને પોતપોતાની રીતે અર્થઘટન કરવાની છૂટ તો હોય જ છે! 🙂

 2. dear urmi, મને લાગે છે તમને કંઇક misunderstanding થઇ છે… એ શેર તો મેં પણ એના મૂળ અર્થે જ ટાંક્યો છે – “અને” પછી આવતો વિરોધાભાસ દર્શાવવા…

  ” “એ સૌથી વધુ ઊચ્ચ તબક્કો છે મિલનનો

  કહેવાનું ઘણું હોય ને કશું યાદ ન આવે”

  … અને એ સૌથી વધુ પીડાદાયક તબક્કો છે જીવનનો જ્યારે કહેવાનું ઘણું હોય ને કશું કહી ન શકાય… જ્યારે માણસની અંદર શબ્દો ગૂંગળાય… જ્યારે માણસ વ્યક્ત ન થઇ શકે – અભિવ્યક્ત ન થઇ શકે…”

  મેં બે એવા સંબંધોના વિરોધાભાસની વાત કરી છે જેમાં એક્માં તો છલછલતા પ્રેમના વ્હેણમાં વહી જતાં કહેવાનું ઘણું હોય ને કશું યાદ નથી આવતું જ્યારે બીજામાં કહેવાનું ઘણું હોય ને કશું કહી નથી શકાતું… એકમાં અવ્યક્ત રહીને પણ વ્યક્ત થવાનો આનંદ છે જ્યારે બીજામાં અભિવ્યક્ત ન થઇ શકવાની મજબૂરી…

 3. ક્યારેક કોઇનાથી દબાઇને તો ક્યારેક કશાથી સંકોચાઇને… ક્યારેક શરમમાં તો ક્યારેક ધરમમાં… ક્યારેક કોઇ કકળાટને ટાળવા તો ક્યારેક કોઇ સંબંધને સાચવવા – માણસ બસ મૌન રહી જાય છે…

  વાત સાવ સાચી છે.
  પણ… હવે …
  અભીવ્યક્તીનું સરળ માધ્યમ .. બ્લોગીંગ!!
  પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. જોકે, હવે બધે પહોંચી વળાતુ6 નથી !

 4. સાચી વાત છે સુરેશભાઇ… હવે અભીવ્યક્તીનું સરળ માધ્યમ છે બ્લોગીંગ!!

 5. SHABDO GUNGLAY CHE,
  WAH WAH KETLU SUNDAR AND SACHU LAKHYUN CHE TAME LEKHINI.

  GHANI BADHI COMMENTS MALI CHE AND LAYAK PAN CHE.

  PRATHMESH

 6. welcome to blog world

  nicely expressed !!

 7. ખૂબ ખૂબ આભાર પીંકી…

 8. વાત એક્દમ સાચી કે જ્યારે ઘણું કહેવાનું હોય અને સંજોગો એવા હોય કે આપે બતાવેલા કે અન્ય કોઇ કારણોથી એ શબ્દોની “ભૃણહત્યા” થઈ જાય છે ..

  પણ મારો જાતઅનુભવ છે કે અપ્રદર્શિત લાગણીઓ – ખાસ કરીને નકારાત્મક ઉત્તેજના ભરેલી લાગણીઓ – નો નિયમિત રીતે સુ-સાહિત્યના સંપર્કમાં રહી ને ખુબ જ અસરકારક રીતે નાશ કરી શકાય છે…

  આ exactly એના જેવું જ છે કે શરીરમાં ઉત્પન્ન થયેલી કોઇ વ્યાધી નો એને એની મરજી મુજબ બહાર નીકળવા દેવાને બદલે આપણે દવા કે અન્ય ઉપચાર વિધિથી નાશ કરીએ …

  આવી નકારાત્મક ઉત્તેજનાસભર લાગણીઓને કદાચ ઉપર જે વ્યાધીઓ/વિકારો ની વાત કરી એનું સુ્ક્ષ્મ રૂપ કે subtle form પણ જો કહીએ તો અતિશયોક્તિ નહિ કહેવાય …

  આવું મારું માનવું છે…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: