ભાષાને શું વળગે ભૂર… (!!!)

ઘરમાં પ્રસંગ હતો ભાઇના લગ્નનો…. કંકોત્રી લખવા માટે બધાં ભેગા થયા હતાં… કાકા સરનામા લખાવતા હતા અને હું લખતી હતી… સરનામામાં આવતાં નામ અને આંકડાઓને સાંભળી રહેલી મારી ભાણીએ અચાનક મોટા અવાજે પ્રશ્ન કર્યો – “દાદુ, ઓગણપચાસ એટલે? ” …

ઘરમાં બધાં હસ્યા અને પપ્પાએ શાંતિથી જવાબ આપ્યો “ફોર્ટીનાઇન”…

પણ હું અંદરથી ખળભળી ઉઠી…

વાત બહુ નાની હતી પણ ઘણાં સમયથી મને પજવતી હતી… આપણાં અપાર ગૌરવ વચ્ચે English Mediumમાં ભણતાં આપણાં બાળકો કંઇ કેટલીય વાર આવાં disturb કરી દેનારાં પ્રશ્નો પૂછે છે જેને સાંભળીને આપણે સામાન્યત: હસી કાઢતાં હોઇએ છીએ… રામને રામા અને લક્ષ્મણને લક્ષ્મણા કહેતાં બાળકો  પાસેથી “તો પછી સીતાનું પણ સીત નઇ કરવાનું?” એવું લોજિક ના સાંભળવા મળે એ બીકે કદાચ આપણે હવે એમને સુધારવાની પણ તસ્દી નથી લેતાં…

અહીં “આ અંગ્રેજી મિડિયમે તો દાટ વાળ્યો છે – અમે તો અમારાં બાળકોને ગુજરાતી મિડિયમમાં જ મૂક્યા છે” કહીને ખોટો  દંભ દેખાડતાં અને ઘરમાં બાળકને ગલૂડિયાંને પણ ‘ડોગી’ કહેવાનું શીખવતાં દંભી parents ની વાત નથી, વાત છે જમાનાની દોડમાં પોતાના સંતાન ક્યાંક પાછળ ન રહી જાય એ બીકે તેમને English Mediumમાં મૂકતાં અને પછી તેમને પોતાની માતૃભાષાથી દૂર થતાં જોઇને અંદરથી કચવાતાં માં-બાપની…

કોઇપણ ભાષા શીખવી એમાં કંઇ ખોટું નથી… infact મેં પોતે English Literature માં ગોલ્ડ મેડલ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી છે પણ વર્ડઝવર્થને વાંચતા કે  શેક્સપીયરને સમજતાં પહેલાં મેં કલાપીને કળ્યા છે, મેઘાણીને માણ્યાં છે…

બાળકનું ભણતર કોઇપણ ભાષામાં થાય, પણ બાળકને માતૃભાષાનો આદર કરતાં શીખવવું એ માં-બાપની ફરજ છે. અધકચરાં અંગ્રેજી અને અણઘડ ગુજરાતી પર હવાયેલું હિન્દી છાંટીને બોલતાં આપણાં બાળકો આપણને ભલે cute (!!) લાગે પણ તેઓ જ જ્યારે “કાકાની વાઇફને કાકી અને મામાની વાઇફને મામી” કહેવાના લોજિકે સાળાની વાઇફની સાળી ગણાવે ત્યારે હાસ્યાસ્પદ તેઓ નહીં આપણે ઠરીએ છીએ… એમને “સાળાવેલી” જેવા મીઠાં ગુજરાતી શબ્દથી વાકેફ કરાવવાની જવાબદારી આપણી છે… પણ કદાચ આપણે ગુજરાતીઓ પોતે જ આપણી ભાષાની એટલી ઇજ્જત નથી કરતાં.

મારું માનવું છે કે ભારતના અન્ય કોઇપણ રાજ્યના – કોઇપણ ભાષાના લોકો આપણાં કરતાં વધુ “કટ્ટરભાષી( ! )” છે…

આપને શું લાગે છે ?????

– લેખિની

Advertisements
Published in: on November 8, 2008 at 1:13 pm  Comments (9)  

The URI to TrackBack this entry is: https://shabdalay.wordpress.com/2008/11/08/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b7%e0%aa%be%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%b5%e0%aa%b3%e0%aa%97%e0%ab%87-%e0%aa%ad%e0%ab%82%e0%aa%b0/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. Lekhini, tamari vaat saathe huh sahmat chu…Tame to e ko cho… jara virtually koi “So Called NRI” na boot ma pan naakhi ne juo… Maara mat pramane ek NRI etle “Dhobi No You know who…” Pote garv thi Gujarti ma bhanela ganela…. pan potana poriao ne pela padosh na goria ni line ma mukva maate maari maari ne Paani ane Doodh ni jagiya e “Water” ane “Milk” bolta kari de… Mein to eva pan namunao joya che ke je emna maa baap ne thali piraswa ke pachi ek mutthi Khari Shing aapva maatey THANK YOU ke…

  huh evu pan nathi keto ke badha NRIo eva Dheela pocha hoy che… ke pachi potana GUJLISH par na prabhutva ne Garv ni saathe raakhi ne be rakabi cha vadhare pita hoy che… pan aa 29 varsh ni life ma mein atleast 80% eva NRIo joya che je aa profile ma ekdam JADBE SALAK fit thaay che…

  huh pote pan chella 5 varsh thi maatru bhumi (India nai kau, naitar paachu NRI jevu laagshe) thi door jai ne padyo chu… ane aa 5 varsh ma mein pan ghana Jaswantlal ne Jason banta joya che… ane etla maatej huh pan aaje e vichar thi chinta ma padi jau chu ke kadach maara poriao pan e NRI na Gujlish biba ma na dhali pade… pan ha… aaj ni taarikh ma potani jaat ne Shuddh Gujju ane Gujarati no Manmauji kevama mane Ghano Garv Che…

 2. આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી,….હાર્દિક શુભેચ્છાઓ
  શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
  નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
  Please visit my blog :…
  http://gaytrignanmandir.wordpress.com/

 3. શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર કાંતિભાઇ! આપશ્રીના બ્લોગની મુલાકાત લીધી… ખરેખર સાચા અર્થમાં યજ્ઞ આરંભ્યો છે આપે… ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન! જેતપુરમાં મમ્મીના કાકા રામશંકર કાકા રહેતાં ત્યારે એક્વાર ત્યાં આવવાનું થયેલું.. ત્યારે જો આ ગાયત્રી મંદિર વિશે જાણ હોત તો મુલાકાત અવશ્ય લેત…

 4. લેખિનીજી,
  આપશ્રીના ઉષ્મા-પ્રેરક પ્રોતસાહનને કારણે ‘શબ્દાલય’ ની મુલાકાત લઇને ધન્યતા અનુભવી. વીશ્વભરમાં પથરાયેલા ગુજરાતી વાચકો સુધી આપની અભીવ્યક્તી ‘શબ્દાલય’ દ્વારા શબ્દાલયમાં… શબ્દતરબોળ કરવા બદલ લાખ લાખ અભીનંદન……
  (ગોવીંદ મારૂ)
  http://govindmaru.wordpress.com/
  ‘અભીવ્યક્તી’

 5. ખુબ જ વિચારપ્રેરક વાત કરી .. !! અને હું મારી વાત કરું તો “સાળાવેલી” શબ્દ મેં આજે પ્રથમ વખત જાણ્યો… !!

  શબ્દાલયમાં થતી ઘણી વાતો મને લાગે છે કે વધુ લોકો સુધી પહોંચે એ શબ્દાલય માટે નહિ પણ receiving end પરનાં લોકોને માટે લાભપ્રદ રહેશે …

  શબ્દાલય માટે અભિનંદન ..

 6. ખૂબ ખૂબ આભાર કુણાલ…

 7. hi jina
  first mane gujarati type karta nathi avdtu. so sorry mari of course english ma lakhvu padshe. pan sachu a kharekhar vachva jevo ane amalma mukvo pade avo j vichar te raju karyo chhe. I am really proud of your knowledge and i really don’t know about ” salaweli” right? Keep it up!

 8. આપનો લેખ “ભાષાને શું વળગે ભૂર… (!!!)” વાંચીને ઘણો આનંદ થયો.આજે બાળકોને અંગ્રેજી શાળામાં મુકવા અનિવાયૅ છે. પરતું ગુજરાતી શીખવું એટલુંજ જરૂરી છે.

 9. 100% AGREE WITH YOU


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: