આપણી કહેવતો…

હમણાં છાપામાં વાંચ્યું કે રતિલાલ નાયકે નવો ગુજરાતી કહેવત કોશ બહાર પાડ્યો છે તો મને પણ નજીકમાં જ ક્યાંક વર્ષોથી ચાલી રહેલા આવા એક સંગ્રહ તપને આપના સુધી પહોંચાડવાની ઈચ્છા થઈ ગઈ…

વાત છે મારા મમ્મી-પપ્પાની… મારા નાની વાત-વાતમાં કહેવતો ટાંકતાં… અઘરામાં અઘરી વાત પણ કહેવત ટાંકીને શીરાની જેમ ગળે ઉતારી દેતાં… (અને હા, પાછી દરેક કહેવત પાછળ એ કહેવત કેવી રીતે પડી તેની વાર્તા તો ખરી જ!!) મારા નાની ના અવસાન પછી એકવાર અમસ્તાં જ મેં મમ્મીને કહેલું કે “આ બધી, આવી બધી કહેવતો બે-ત્રણ પેઢી પછી તો સાવ લુપ્ત જ થઈ જશે…” અને બસ, એ દિવસથી આ સંગ્રહ તપ આરંભેલું મારા માતા-પિતાએ…

કેટલાંક પાનાંઓ અને પછી કેટલીક ડાયરીઓ સુધી પહોંચેલી આ કહેવત યાત્રા ભલે કદાચ પુસ્તકના ફોર્મમાં ન ઢળે પણ એમના આ અવિરત રીતે ચાલી રહેલા યજ્ઞને કેટલાંક ભાષા-પ્રેમીઓ સુધી પહોંચાડવા જેટલું તો હું કરી જ શકું…

તો આ રહી કેટલીક રસપ્રદ ગુજરાતી કહેવતો…. (જે કદાચ હવે બહુ ઓછી સાંભળવા મળે છે…)

1) હોઠ સાજા તો ઉત્તર ઝાઝા

2) ગાંગો ગ્યો ગોકળ ને વાંહે થઈ મોકળ…

3) દુખતે ઠેસ ને નબળે વેઠ

4) હાથની આળસે મૂછો મોઢામાં જાય…

5) વાડ વિના વેલો ન ચડે…

6) વાડ જ ચિભડાં ગળે (તો…)

7) ઠામ જાય ને ઠીકરું આવે…

8 ) કીડી કોશનો ડામ ખમે?

9) મુઆ સાટે જીવતું લેવું…

10) પેટમાં પાશેર પાણી નહિ ને નામ દરિયાવખાં…

11) ખાવા ખીચડી નહિ ને નામ ફતેહખાં…

12) ધરમની ગાયના દાંત ન જોવાય…

13) છાણિયા દેવને ખાંસડાની પૂજા…

14) આંધળો ઓકે ને દસને રોકે…

15) લૂલીને ઝાલો ત્યારે લૂલી વાસીદું વાળે…

16) માથે મોત ને આવળ શું ચાવવી?

17) છાશ લેવા જવું ને દોણી સંતાડવી…

18) નબળી ગાયને બગાઈઓ ઘણી…

19) ગાંડા થઈને છૂટે ને ગામને ગાળો કૂટે…

20) મોં ખાય ને આંખ લજાય…

21) તમાશાને તેડું ન હોય…

22) ભેંસ, ભામણ (બ્રાહ્મણ) ને ભાજી, ત્રણે પાણીથી રાજી…

23) સુથારનો જીવ બાવળીયે…

24) નબળો ધણી બૈરા પર શૂરો

25) બળિયાના બે ભાગ

મજા આવી ને? વધુ આવતા અંકે…

(અને હા, આપ સૌને આ લીસ્ટમાં વધારો (કે સુધારો પણ) કરવા માટે આગ્રહભર્યું આમંત્રણ છે હોં…)

Advertisements
Published in: on November 17, 2008 at 10:51 am  Comments (11)  

The URI to TrackBack this entry is: https://shabdalay.wordpress.com/2008/11/17/%e0%aa%86%e0%aa%aa%e0%aa%a3%e0%ab%80-%e0%aa%95%e0%aa%b9%e0%ab%87%e0%aa%b5%e0%aa%a4%e0%ab%8b/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. હાલ નહી સાંભળવા મળતી એવી રસપ્રદ ગુજરાતી કહેવતોથી લાભાંવીત કરવા બદલ આભાર.
  સાથોસાથ આપના મમ્મી-પપ્પાની જેમ દરેક કહેવતો પાછળનું હાર્દ પણ સમજાવશો, તો આપના મમ્મી-પપ્પાનું તપ ‘કહેવતાલય’ ના સ્વરુપમાં સાકાર થશે; અને એ જ ખરુ તર્પણ છે…..
  ગોવીંદ મારૂ
  http://govindmaru.wordpress.com/

 2. મજા આવી ગઈ. થોડી બીજી
  http://gadyasoor.wordpress.com/category/પ્રકાર/કહેવતો/

 3. થોડી કહેવતો મને પણ યાદ આવી તે કહી દઉ.

  * કાના દાદા કેડ થોભે અને વાલા દાદા વાડ કરે

  * બેસીયે જોઈ તો ખસ ન કહે કોઈ

  * ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય

  * દુઃખે પેટ અને કુટે માથું

  * ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ દે

 4. અરે વાહ! આભાર અતુલભાઈ…! આમાંની પહેલી બે કહેવતો તો તદ્દન નવી છે… તેનું હાર્દ પણ સમજાવશો તો આનંદ થશે…

 5. સરસ! આવું જ કશુંક ખૂટતું હતું. આ યજ્ઞ અધૂરો ના મૂકશો. વાંધો ના હોય તો કેટલીક અઘરી કહેવત સાથે નાનકડી વાર્તા થઈ જાય તો…મઝા પડી જાય ! અને અંગ્રેજી સાહિત્યના ગોલ્ડ મેડાલિસ્ટ જો તેમ કરે તો _ ચાર ચાંદ લાગી જાય! અને હા! નવી પોસ્ટ મૂકો તો મેઇલ કરવાનું ના ભૂલશો.

  કમલેશ પટેલના

  શબ્દસ્પર્શ

 6. વાહ! મજા આવી

 7. very good excellent and so nice congratulation to you for your nice work
  please keep it up really each and every words are heart touching i am very much impressed
  i am unable to write here in Gujarati so please excuse bye the way i am from Kathiawari Probandar and now settled at Rajkot

  With best of Regards
  Dr Hitesh Joshi Ph.D MBA
  Human scientist and Educationist
  9824214757

 8. GujaratiLexicon ટૂંક સમયમાં તમારી ઇચ્છા પૂરી કરવા આવે છે – કહેવતો અને તેની પાછળની રસપ્રદ વાર્તાઓ લઇને.. રાહ જુઓ માત્ર જાન્યુઆરી સુધી!

 9. જાન્યુઆરી આવીને ગયો અને કહેવતો પણ આવી ગઇ, જુઓ: http://gujaratilexicon.com/index.php?action=prodictionary&chngdictype=GG

  ગુજરાતી-અંગ્રેજી કહેવતો પણ છે. અંગ્રેજી-ગુજરાતીનું કાર્ય ચાલુ છે!

 10. sir/,
  good

 11. ok


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: