શેર અંતાક્ષરી!!!!!

આજે અચાનક જ નેટ સર્ફીંગ કરતાં એક લીંક મળી… “શેર અંતાક્ષરી”ની…

http://sherantaxari.gujaratisahityasarita.org/

ખૂબ જ યુનિક concept લાગ્યો… ચાલો ગુજરાત વિશ્વ સંમેલનમાં સાકાર થયેલો આ વિચાર પોતાનામાં જ કેટલો આગવો અને રોમાંચક છે!! કોઈ તકનીકી પ્રોબ્લેમના કારણે હું આ સાઈટ પર કોઈ કમેન્ટ લખી શકી નહિ પરંતુ આ વિચાર મગજમાં જનમ્યો કે આવું જ કંઈક આપણે પણ કરીએ તો?

કેટલાંક શેર (એક-બીજા સાથે અંતીમ અક્ષરની કડીથી સંકળાયેલા) અહીં રજૂ કરું છું… પણ આ સાંકળને આગળ ધપાવવા આપ સૌને આમંત્રણ છે…

*

 

મૌસમ સરસ-સરસ છે, કોણે કહ્યું સરસ નથી

પણ એનો શું ઈલાજ કે આજે તરસ નથી!!

 *

થઈને ઉદાસ જોયું જો ઉપર અમે મરીઝ

ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે

*

છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ,

ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઈએ.

*

આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાંખુ પણ

એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?

*

રૂપ સિતમથી લેશ ન અટકે,

પ્રેમ   ભલેને   માથું   પટકે !

*

કહું છું એક પંક્તિ એને અંતરમાં લખી લેશો,

પરિચય મળશે લીલાનો, મને જો ઓળખી લેશો.

*

શાંત જળમાં કાંકરીચાળો ન કર

રૂઝવેલા ઝખ્મને આળો ન કર…

*

રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી

હતો મારો જ એ અવસર ને મારી હાજરી ન્હોતી

*

તારા ગયાં પછી ન બન્યું કંઈ કશું નવું

બે અધ-ઉઘડી છીપથી મોતી સરી ગયાં

*

યાદની ચીઠ્ઠી બળી ગઈ

માછલી વીંટી ગળી ગઈ…

 

લ્યો હું તો અટકી ગઈ… “ઈ” ઉપરથી કોઈ શેર મને તો હાલ સૂઝતો નથી… તમે મદદ કરશો?

Advertisements
Published in: on February 13, 2009 at 12:44 pm  Comments (10)  

The URI to TrackBack this entry is: https://shabdalay.wordpress.com/2009/02/13/%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0%e0%ab%80/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. મજાની પોસ્ટ… !!

  વેલ, ‘ઈ’ પરથી તો કાંઈ યાદ નથી આવતું પણ જો ચાલી જતું હોય (અંચઈ લાગે તો ‘આઉટ’ કરી દેજો !) તો ‘એ’ પરથી એક શેર યાદ આવે છે.. 🙂

  એ નહિતર આજ પર્યંત એકલો ના રહી શકત,
  કો’કનો કરતો હશે ધૃવનો સિતારો ઈંતઝાર.
  – રિષભ મહેતા

 2. અરે વાહ! સુંદર શેર છે કુણાલ!! ચલો ‘ઈ’ નહિ તો ‘એ’ સહી… (આમ તો બંને એક જ ને!!)પણ હા, ‘ઈ’ પરથી કંઈ યાદ આવે તો કહેજો ચોક્કસ હોં….

 3. ર ઉપર્

  રમતા રમતા લઢી પડે ભૈ, માણસ છે
  હસતા હસતા રડી પડે ભૈ, માણસ છે
  -ડો જયંત પાઠક

  છ ઉપર્

  છે અજબ પ્રકારની જીંદગી, કહો એને પ્યાસી જીંદગી,
  ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
  ગની દહીંવાલા

  ધ ઉપર્

  ધાર્યા મુજબ કંઈ હતું ના તો પણ વાંચ્યું
  જીવતરનું પાનું ઉઘડતાં વસમું લાગ્યું
  – ગોવિંદ ગઢવી ‘સ્મિત’

  ય ઉપર

  યારો, હવે જવા દો, દાટી દો દુશ્મનીને
  બે શ્વાસની છે બાજી, ને પળની પતાવટ છે.
  – મકરંદ દવે

 4. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ!! મજા આવી ગઈ… સુંદર શેર

 5. e na kahi ne sahejma chatki gaya ‘mariz’
  karvi na joytiti utaval savalma

 6. મરીઝ સાહેબનો ખૂબ જ સુંદર શેર… આભાર સોહિલ સાહેબ!!

 7. ઈ પરથી…

  ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
  એ ‘શૂન્ય’ની પિછાણ હતી,કોણ માનશે?

 8. અરે વાહ ઉર્મિજી! Thank you so much આ શેર અંતાક્ષરીની ખૂટતી કડી જોડવા બદલ…. હવે આગળ વધાશે!!

 9. હું ધારું છું ત્યાં સુધી કદાચ ઑફિસ કામની વ્યસ્તતાને કારણે બ્લૉગ પર ચહલ પહલ નહોતી.ખરેખર નવો કૉન્સૅપ્ટ છે.લો હું પણ જોડી દઉઁ…
  જો હઝલ ચાલતી હોય તો_

  કવિ મિત્ર શ્રી કિરણ ચૌહાણના હઝલસંગ્રહ ‘ફાંફા ના માર’માંથી સાભાર લીધેલ પંક્તિ…

  શેઠને ત્યાં બાર કન્યાઓ કુંવારી છે હજી,
  જાય છે નોકર બની દામાદ થઈને નીકળે છે.

  જો હઝલ ના ચાલતી હોય તો_

  કવિ મિત્ર શ્રી કિરણ ચૌહાણના ગઝલસંગ્રહ ‘મિજાજ’માંથી સાભાર લીધેલ બે શેર

  શિખર પર આપ પહોંચ્યા છો, હવે પહોઁચીને કરશો શું?
  તળે સંભળાય એવી બૂમ તો પાડી જુઓ સાહેબ!

  શબ્દથી પર રહી શકો છો? એ કહો,
  શાંત સરવર થઈ શકો છો? એ કહો.

 10. ઇશ્વર છે કે માણસ છે
  અક્ક્ડ થઇને ચાલે છે
  શ્વાસ જરા છોડી જો તું
  નર્યો ભરમનો ભારો છે… લતા હિરાણી

  તમારે ઇ પરના શેરની ટહેલ વાંચી આ જે ઇંસ્ટંટ સુઝ્યું તે..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: