શેર અંતાક્ષરી આગળ વધારીએ… ?

પીંકીબહેને કીધું wakeup ને અમે જાગી ગયાં… ચાલો તો ફરી એકવાર શેરઅંતાક્ષરી થઈ જાય…

કહે ઝાહીદ નમાજ અંગેનો તારો શું અનુભવ છે,

અમને તો કદી ગુસ્સો ય આવે છે મદીરા પર

*

રાત-દિવસનો રસ્તો વાલમ નહિ તો ખૂટશે કેમ

તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ

*

મારો અભાવ મોરની જેમ ટકૂકશે

ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ

*

શું કહો છો વ્હાલ છે કે વ્હેમ છે

એ મને આવી પૂછે છે કેમ છે?

*

છે એનું એ જ રૂપ ને એ જ વાત છે

દુનિયાની જાન માથે હજી લાખ ઘાત છે

*

છો હસે આખું જગત દીવાનગી મારી ઉપર

એ સ્થિતી પણ માન્ય છે જો  હો તને મારી ફીકર

 

તો ચાલો આગળ વધારો હવે… “ર” પર અટકી છું, હવે તમારે મદદ કરવાની છે…

 

મિત્રો કુણાલભાઈએ આ શ્રૃંખલા આગળ ધપાવી છે…

રસ લે નહીં ઓ દોસ્ત કે એમાં મજા નથી,
આ મારી જિંદગી છે હકીકત, કથા નથી.

*

થાય સરખામણી તો ઉતરતાં છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી.
એમનાં મ્હેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

*

ધબકાર એટલે જ હ્રદયના વધી ગયાં,
આવી વસ્યું છે કોઈ કશું પણ કહ્યાં વગર.

*

રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,
એક’દિ તો માનશે, છે આખરે મારું નસીબ.

*

બંધ મુઠ્ઠી હું કદી ના ખોલતે ‘બેતાબ’ આ,
હોત જો આ હસ્તરેખામાં જ રહેનારું નસીબ.

*

‘બેતાબ’ પોઢે છે કબરમાં એ રીતે જુઓ,
વર્ષોથી જાણે રાત-દિવસ એ ઊંઘ્યો નથી.

*

થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતાં

તો ચાલો હવે “ત” થી શરૂ કરીએ…

તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી

આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ…

એ હા… આ “ણ” નું શું કરીશું હવે?????

Advertisements
Published in: on April 3, 2009 at 1:35 pm  Comments (10)  

The URI to TrackBack this entry is: https://shabdalay.wordpress.com/2009/04/03/%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%be%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%b0%e0%ab%80-%e0%aa%86%e0%aa%97%e0%aa%b3-%e0%aa%b5%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%8f/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. રસ લે નહીં ઓ દોસ્ત કે એમાં મજા નથી,
  આ મારી જિંદગી છે હકીકત, કથા નથી.

  થાય સરખામણી તો ઉતરતાં છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી.
  એમનાં મ્હેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

 2. ધબકાર એટલે જ હ્રદયના વધી ગયાં,
  આવી વસ્યું છે કોઈ કશું પણ કહ્યાં વગર.

  રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,
  એક’દિ તો માનશે, છે આખરે મારું નસીબ.

 3. બંધ મુઠ્ઠી હું કદી ના ખોલતે ‘બેતાબ’ આ,
  હોત જો આ હસ્તરેખામાં જ રહેનારું નસીબ.

  ‘બેતાબ’ પોઢે છે કબરમાં એ રીતે જુઓ,
  વર્ષોથી જાણે રાત-દિવસ એ ઊંઘ્યો નથી.

  થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,
  ઓ મોત જરા રોકાઈ જતે બેચાર મને પણ કામ હતાં

 4. વાહ કુણાલભાઈ… તમે તો ખૂબ જ સુંદર રીતે શ્રૃંખલા આગલ ધપાવી છે… મજા પડી ગઈ… હવે આગળ ધપાવીએ…

 5. કુણાલભાઇ
  બસ “ણ” આવતાં અટકી ગયા એ કેમ ચાલે?હું એક સજેશન આપું.બાળપોથી ભણતાં હ્તા ત્યારે શિક્ષકો શીખવતા “ણ” “ફેણ”નું “ણ” તો “ફ”થી આગળ ચાલીએ?

  ફસી તોફાનની વચ્ચે તરી જાતા નરો જોયા
  ડૂબી જાતા કિનારા પર સદા મઝધાર લાગે છે.

  છે તરંગોના વલયમાં આ હ્રદય અટવાયેલું
  ડૂબતું તરતું રહેછે મૃગજળે આભાસમાં

  મળ્યો છે દેહ માનવનો મરી જાવા ખતમ થાવા
  “ધુફારી” કર્મ કાયાથી મરી જાવું નથી સહેલું

 6. Courtesy: http://mafatlalakhatarawala.googlepages.com/antaxari.htm

  લાખ સૃષ્ટિની સુરાહી નિત્ય છલકાયા કરે
  જિંદગી પીનારની તળિયા વિનાનું જામ છે.
  ‘શૂન્ય’ પાલનપૂરી
  છાયા મહીં વિષાદની આવી ગયો હશે,
  વેધક નહીં તો હોય અહીં વ્યંગ શબ્દનો.
  અમૃત ‘ઘાયલ’
  નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
  અને આખરે, એ જ બાબત નડે છે !
  ડૉ. મહેશ રાવલ
  છોડ દીવાને પહેલાં તું મને પ્રગટાવને,
  આવવા તૈયાર છું, રસ્તો જરા બદલાવને.
  અનિલ ચાવડા
  નિચોવાઇ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું
  ફરી કયાં કોઇનું ગમતું પલળતું નામ લઇ બેઠા!
  મુકુલ ચોકસી
  ઠેસ પહોંચે કોઇના સન્માનને,
  મનસૂબા એવા ‘વિનય’ ઘડતો નથી.
  વિનય ઘાસવાલા
  થાકીને અંતે આંગળા થીજી ગયાં બધાં
  બંધાયો ક્યાં છતાંય તે આકાર શબ્દનો
  ‘આદિલ’ મન્સૂરી
  નાહક ‘મહેક’ને આ નિષ્ઠૂર જગત મહીં તેં,
  કોમળ આ લાગણીઓ અંત:કરણની આપી.
  ‘મહેક’ ટંકારવી
  પાંડવો અને કૌરવો લડતા ભીતર
  હુંજ જાણે યુધ્ધનુ મેદાન છું
  અહમદ મકરાણી
  છે કશીશ કંઇ એવી આ કાયા કસુંબલમાં સજનવા,
  જાન સામેથી લૂંટાવા ચાલી ચંબલમાં સજનવા
  via ડૉ. શરદ ઠાકર
  વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે,
  છો એનું તમે ઔષધ ન બનો, પણ દર્દ વધારો શા માટે?
  ‘ગની’ દહીંવાળા
  ટેરવાં માગે છે તમને આટલું પૂછવા સજનવા
  આંસુઓ સાથે અવાજો કઈ રીતે લૂછવા સજનવા
  મુકુલ ચોકસી
  વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
  કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા
  ભરત વિંઝુડા
  યાદ તમારી એવી રીતે ભૂલ્યો સમયની સાથે
  અક્ષર જાણે ભૂંસાઈ ગયા ઝાંખી ઝાંખી લીટી
  અબ્દુલ રઝાક ‘રસિક’ મેઘાણી
  ટાઢતડકોવૃષ્ટિ હો કે પાનખર,
  હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.
  ડૉ. વિવેક મનહર ટેલર
  હું હલેસું સઢપવનહોડી બનું તો શું થયું ?
  તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
  રીના મહેતા

 7. છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
  હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું
  હેમંત પુણેકર
  શું એમા દર્દ છે તે અમુક જાણતા હશે,
  છે મારા હાથ તંગ અને દિલ ઉદાર છે
  ‘મરીઝ’
  છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
  સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?
  હિમાંશુ ભટ્ટ
  શૂન્યતાની પાંખ ફરફરતી રહી
  ફૂલની લાશોય થરથરતી રહી
  ફિલીપ કલાકૅ
  હું નથી પૂછતો હે સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
  એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?
  ‘શૂન્ય’ પાલનપૂરી
  લીલોતરી જ જોઈએ છે એવું પણ નથી,
  એવુંય સ્થળ બતાવ જે ન હો અવાવરું.
  અંકિત ત્રિવેદી
  રડતા રડતાયે હસાવી જાય છે મને કાયમ તારું સ્મિત,
  એટલે જ તો મારા સ્મિતમાંયે હોય છે સદા તારું સ્મિત,
  ‘ઊર્મિ’ સાગર
  તને તારું જીવન, ફરી પાછું દેતાં,
  હવે એને થોડા, લગાવો નડે છે.
  હિમાંશુ ભટ્ટ
  છોને કરોડો બુંદનો સંગ્રહ છલોછલ હોય એ,
  દરિયો જશે જો ખેતરે, ઝાકળ કહેવાશે નહીં
  ઘનશ્યામ ઠક્કર
  હું નથી પૂછતો હે સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
  એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?
  ‘શૂન્ય’ પાલનપૂરી
  લંબાયેલો હાથ કણસતો જ રહ્યો,
  આપણો સંબંધ અમસ્તો જ રહ્યો.
  via ડૉ. શરદ ઠાકર
  યાદ તમારી નટખટ કેવી
  છાને છપને ઘસતી લમણા
  ‘દફન’ વિસનગરી

 8. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ… અદભૂત કલેક્શન છે આપનું…

 9. પહેલાં ‘ણ’નું ફ કર્યો હતો હવે એનો ‘ન’ કરીએ તો…

  નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
  ‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.

  તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
  સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

 10. થર થર બદન કંપી રહ્યું,ઠંડા પવનની ઝાપટે;
  ઝંખી રહી’તી હુંફને,તેથી અદબ વાળી હતી.

  તમોને એ કહ્યું કોણે હતી કોઇ મને પ્યારી,
  ન્હોતી એ ફકત પ્યારી હતી એ પ્રાણથી પ્યારી;
  હતી એ તો બધી અફવા ન ફાવી કોઇ પણ કારી,
  “ધુફારી” ના કરે પરવાહ રહ્યો છે જીવ અલગારી.

  રંગભૂમી આ જગત ને માનવી કઠપુતળી;
  પુતળી રજુઆતના અંદાઝ નોખા હોય છે.

  છત પરે કો બાગમાં મેદાનમાં ઊભા રહો;
  ગોખમાં ઊભા રહી વરસાદ ના માણી શકો.

  કુકડો કહે
  સૂર્ય જાગ્યો બાંગથી
  ચકલી હસી

  સમયના વહેણ સામેથી તરી જાવું નથી સહેલું;
  સમય પહેલાં વગર પાકે ખરી જાવું નથી સહેલું.

  લખાયું જ છપાયું તે છપાયું તે જ વંચાયું;
  “ધુફારી” તો સદા માટે કટારોમાં અમે જીવ્યા.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: