એક HAPPY NEW YEAR થી બીજા HAPPY NEW YEAR સુધી…!

Happy New Year!! નવું વર્ષ, એટલે કે 2010 શરૂ થયું એટલે ફરી એકવાર ઈચ્છા જાગી કે હવે આ બ્લોગ પર regularly કંઈક લખવું છે. કદાચ પોતાની સાથે સંપર્કમાં રહેવાનો આ એકમાત્ર રસ્તો છે… ગયા વર્ષે કદાચ આવા જ સમયે એક પોસ્ટ લખી હતી New Year Resolutions પર… તો આ વખતે પણ કેટલાંક અતિ-common New Year Resolutionsની વાત કરીએ!!!

આ વર્ષે ચાલુ ઑફિસે પર્સનલ કામો કરવાના બંધ (રોકેટસિંગ સેલ્સમેનનું રિઝોલ્યુશન!!) …  આ વર્ષમાં તો રામદેવબાબાને follow  કરીને રામદેવબાબા જેવું જ સ્લીમ થઈ જવું છે… બસ આ વર્ષથી ઘરમાં ઝઘડા કરાવતી સાસ-બહુની સિરિયલ્સ જોવાનું બંધ અને આસ્થા ચેનલ પર કથા સાંભળવાનું શરૂ (બસ નેક્સ્ટ એપિસોડમાં ચંડાલિકા એની વહુને કેવી રીતે મારે છે તે જોઈ લઉં… બસ, તે છેલ્લો જ એપિસોડ હોં)… મોબાઈલ ફોનથી સ્વાસ્થ્યને થતાં નુકસાનને જોતાં આ વર્ષે તો મોબાઈલ ફોનનો ઉપયોગ તદ્દન ઓછો કરી નાખવો છે (અને ઑફિસના લેન્ડ-લાઈન ફોનનો વધારી નાખવો છે એમ ને?)… હવેથી કાંદા-બટાકા ખાવાનું બંધ (ખાલી પાંઉ-ભાજી, પીઝા, દાળવડા, ભેળ, સેવ-પુરી, ભજિયા અને આમલેટને બાદ કરતાં બીજું બધું જૈન જ ખાશો નહિ મિ.ધાર્મિક!!!)… આ વર્ષથી ગાળો બોલવાનું બંધ (હવે અમદાવાદમાં વાહન લઈને રોડ પર નીકળીએ અને મોઢામાંથી ગાળો ના નીકળે એવું તો કંઈ થતું હશે યાર!!)…

વળી કેટલાંક રિઝોલ્યુશન્સતો તેની એક્સપાયરી ડેટ સાથે જન્મે છે જેમ કે 1લી જાન્યુઆરીએ નક્કી કર્યું કે આ વર્ષમાં flirting બંધ (પણ શું કરું, બીજા જ મહિને વેલેન્ટાઈન્સ ડે આવી જાય છે… હવે રાહુલ કરતાં વધુ છોકરીઓ તો પટાવવી જ રહી ને!!) જાન્યુઆરીમાં ડાયેટીંગ કરવાનો દૃઢ સંકલ્પ લીધો (પણ… આ વખતના લગનગાળામાં લગ્નો કેટલાં છે યાર… એમાં બે તો મારા ‘સગ્ગા’  કઝીન (!)ના જ છે…)

Any way, આ વર્ષમાં સૌને પોત-પોતાના resolutions પર ટકી રહેવા માટે All The Best!!

અને હા, જો આપની પાસે પણ આવા interesting resolutions હોય તો અહીં share ચોક્કસ કરજો…

Advertisements
Published in: on January 6, 2010 at 11:12 am  Comments (3)